Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીની ઍલ.જી. હરિયા સ્કુલના બાળકો વકૃત્વ સ્પર્ધામાં ઝળકયાં

વાપીની ઍલ.જી. હરિયા સ્કુલના બાળકો વકૃત્વ સ્પર્ધામાં ઝળકયાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપીની શ્રી.ઍલ.જી હરિયા મલ્ટી પર્પઝ  સ્કૂલની પ્રગતિ ૪ જૂન ૨૦૨૬ના રોજ સેલવાસ સ્થિત પ્રભાત સ્કોલર્સ ઍકેડેમી, દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ વકૃત્વ સ્પર્ધા અને કવ્ઝિ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઍલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનું સુંદર પ્રદર્શન રહ્નાં . શાળા ના ગૌરવશાળી વિજેતાઓ ૅં  ગ્રુપ ૧ - વકૃત્વ સ્પર્ધામાં કુમારી સીયા પટેલ - ધોરણ ૪, પ્રથમ ક્રમ.  ગ્રુપ ૨. વકૃત્વ સ્પર્ધામાં કુમારી આન્યા રાય ધોરણ ૭, દ્વિતીય ક્રમ.  ગ્રુપ ૩ ક્વિઝ કોમ્પિટિશનમાં માસ્ટર અનમોલ શ્રીવાસ્તવ ધોરણ૧૦ અને માસ્ટર રિશી મિશ્રા ધોરણ ૧૧, ત્રીજો ક્રમ પ્રા કર્યો છે.
સ્પર્ધાના બધા વિજેતા વિદ્યાર્થીઓને, શ્રી કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન ઍ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી બિમલ હરિયા અને શાળાના આચાર્ય બીન્ની પોલ તથા સ્ટાફ વતી અભિનંદન પાઠવવામાં આવે છે.