Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વલસાડમાં બ્લિંકિટથી મંગાવેલા પેકેટમાંથી ફૂગ વાળી બ્રેડ નીકળતા હોબાળો

વલસાડમાં બ્લિંકિટથી મંગાવેલા પેકેટમાંથી ફૂગ વાળી બ્રેડ નીકળતા હોબાળો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ  આજના ડિજિટલ યુગમાં લોકો સમય બચાવવા માટે ઓનલાઈન ડિલિવરી ઍપ્સનો સહારો લઈ રહ્ના છે, પરંતુ ક્યારેક આ સુવિધા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની જાય છે. વલસાડ શહેરમાં ક્વિક ડિલિવરી ઍપ ‘બ્લિંકિટ’ ની ઍક ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં ઓર્ડર કરેલી બ્રેડના આખા પેકેટમાંથી ફંગસ (ફૂગ) નીકળતા ગ્રાહકોમાં ભારે હોબાળો મચી ગયો છે. વલસાડના ઍક સ્થાનિક રહીશે બ્લિંકિટ ઍપ દ્વારા દૈનિક વપરાશ માટે બ્રેડનું પેકેટ ઓર્ડર કર્યું હતું. ડિલિવરી મળ્યા બાદ જ્યારે પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે બ્રેડના ટુકડાઓ પર લીલા અને કાળા રંગની ફૂગ  સ્પષ્ટપણે જોવા મળી હતી. આખું પેકેટ ખરાબ થઈ ગયું હોવા છતાં તેને ગ્રાહક સુધી પહોંચાડી દેવામાં આવ્યું હતું.
ઓનલાઈન ડિલિવરીના નામે લોકોના ખિસ્સા ખાલી થાય છે અને બદલામાં વાસી કે ફૂગવાળો ખોરાક આપીને તેમના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્ના છે.
બ્રેડમાંથી ફૂગ નીકળવાની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી કરતી કંપનીઓ સામાન પેક કરતી વખતે કેવો સ્ટોક મોકલી રહી છે તે અંગે કોઈ ગુણવત્તા તપાસ  થાય છે કે કેમ, તેવા અનેક સવાલો ઉભા થયા છે. ડિલિવરી કરતા પહેલા પ્રોડક્ટની ઍક્સપાયરી કે સ્થિતિ તપાસવામાં નથી આવતી,  ફૂગવાળો ખોરાક ખાવાથી બાળકો કે વડીલો ગંભીર બીમારીનો ભોગ બને તો જવાબદારી કોની છે. ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ આવી ઓનલાઈન કંપનીઓ સામે કડક કાર્યવાહી કરશે. આ ઘટના બાદ વલસાડના ગ્રાહકો માંગ કરી રહ્ના છે
કે ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આવી ઓનલાઈન ડિલિવરી કંપનીઓના ડાર્ક સ્ટોર અને વેરહાઉસ પર તાત્કાલિક દરોડા પાડીને ખોરાકની ગુણવત્તા ચકાસવામાં આવે અને આવી બેદરકારી બદલ કડક કાનૂની પગલાં લેવામાં આવે તે જોવાનું રહ્નાં છે.