Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ચણોદની વિનસ સ્કૂલ પાછળ ખનકી જોખમી

ચણોદની વિનસ સ્કૂલ પાછળ ખનકી જોખમી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વાપીના ચણોદ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત વિનસ સ્કૂલના પાછળના ભાગે આવેલી ખનકી છેલ્લા ભારે વરસાદ બાદ જોખમી બની છે. ખનકીની બાજુમાંથી પસાર થતો મુખ્ય રસ્તો પાણીના ધસમસતા પ્રવાહને કારણે જગ્યાઍ-જગ્યાઍથી ધોવાઈ ગયો છે. જેના કારણે રોજ સ્કૂલે આવતા-જતા સેંકડો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિક રહીશો અને વાલીઓના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના ભરાવા અને ધોવાણથી રોડની સાઈડની માટી ખસી ગઈ છે. પરિણામે રોડ અત્યંત સાંકડો અને કાચો થઈ ગયો છે. સ્કૂલ છૂટવાના સમયે અહીં વાલીઓના વાહનો, ઓટો અને વિદ્યાર્થીઓની ભીડ રહેતી હોય છે. ધોવાયેલા રસ્તા પરથી પસાર થતી વખતે નાના બાળકો લપસીને ખનકીમાં પડી જાય તેવો ભય સત રહે છે.
વાલીઓઍ અનેક વખત મનપા અને શાળા સંચાલકોને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી. હાલ ચોમાસુ આગળ વધતા ખનકીમાં પાણીનું સ્તર પણ વધી રહ્નાં છે.  સ્થાનિકોઍ માંગ કરી છે કે વહેલી તકે રોડનું રિપેરિંગ કરવામાં આવે, સાઈડમાં રેલિંગ કે બેરિકેડ લગાવવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તંત્ર તાત્કાલિક ધોરણે નિરીક્ષણ કરી સલામતીના પગલા લે તેવી વાલીઓ અને સ્થાનિકોઍ માંગ કરી છે.