Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પંડોરમાં જાયન્ટસ ગૃપ અોફ વાપી દ્વારા રાહત કિટનું વિતરણ કરાયું

પંડોરમાં જાયન્ટસ ગૃપ અોફ વાપી દ્વારા રાહત કિટનું વિતરણ કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૪ ઃ તાજેતરમાં વાપી તથા આસપાસના વિસ્તારોમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપી દ્વારા પડોર ખાતે પૂરગ્રસ્ત અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપીના તમામ સભ્યોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નિઃસ્વાર્થ સેવાભાવ સાથે જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડી. કાર્યક્રમમાં ઍસ.સી.ઍમ. . બાલા શેટ્ટી, પૂર્વ પ્રમુખ  ચારુશીલાબેન ભટ્ટ, પૂર્વ પ્રમુખ. હિરેન ગોર તેમજ જાયન્ટ્સ ટીમના સભ્યો અને દાતાઓઍ હાજરી આપી આ સેવાયજ્ઞને સફળ બનાવ્યો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપીના પ્રમુખ  રિતેશ રાવલઍ જણાવ્યું કે, આપત્તિના સમયમાં સમાજના દરેક વ્યક્તિ સુધી મદદ પહોંચાડવી ઍ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત લાવવાનો આ નાનકડો પ્રયાસ છે.