Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારનેરાની શાળામાં ૨૫૦ વૃક્ષોનું વાવેતર કરાયું

પારનેરાની શાળામાં ૨૫૦ વૃક્ષોનું વાવેતર કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૪ ઃ અતુલ ફાઉન્ડેશનના સંજીવની ૨૦૨૬ કાર્યક્રમ અંતર્ગત અટાર અને પારનેરા ગામની શાળામાં ૨૫૦ વૃક્ષોનું વાવેતર કરાયુ  અતુલ ફાઉન્ડેશન દ્વારા તા. ૧૫ જુલાઈથી ૩૦ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન આયોજિત સંજીવની ૨૦૨૬ કાર્યક્રમ અંતર્ગત ૨,૦૦,૦૦૦ વૃક્ષો વાવવાનાં લક્ષ્યાંક સાથે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય નિર્માણ માટે વિવિધ સ્થળોઍ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ રીતે બંને શાળાઓમાં કુલ ૨૫૦ વૃક્ષોનું અતુલ કંપનીનાં જનરલ મેનેજર  ગૌતમભાઈ દેસાઈની હાજરીમાં વાવેતર કરીને અતુલ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અતુલ ફાઉન્ડેશને સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરીને હરિયાળા તથા સ્વચ્છ પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.