Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ધરમપુર નગારિયામાં પુલના ઍપ્રોચનો ભાગ ધસતાં જાખમી ખાડો પડયો

ધરમપુર નગારિયામાં પુલના ઍપ્રોચનો ભાગ ધસતાં જાખમી ખાડો પડયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૪ ઃ  ધરમપુર નગારિયા વિસ્તારના આર્ચ દવાખાના પાસે નવા પુલના આગમન ને અડીને રોડનો ભાગ ધસી જતાં મોટો ખાડો પડી ગયો છે. ભારે વરસાદ બાદ સર્જાયેલી આ સ્થિતિને ઍક પખવાડિયું વિતવા આવ્યું છતાં  સમારકામ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ સાથે નગરપાલિકાની પાઇપલાઇન પણ ધસી ગઈ છે, જેના કારણે રસ્તાની સ્થિતિ સતત બગડી રહી છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓ પસાર થતાં હોવાથી ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાત્રિના સમયે પૂરતા બેરિકેડ અને ચેતવણીના બોર્ડ ન હોવાથી જોખમ વધુ વધી ગયું છે. નગરપાલિકા તંત્ર કોઈ અગટીત ઘટના બને તે પહેલા   સમારકામ કરશે કે કેમ તે જોવુ રહ્નાં.