Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીથી ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ દિવસના રિમાન્ડ

વાપીથી ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ દિવસના રિમાન્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ વાપી ગીતાનગર જૂનાફટક તરફ જતા રોડ ઉપરથી ગઈ કાલે વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસે પૂર્વ બાતમી આધારે સંજય મારવાડી હાલ રહે.. બાલાજી મંદિર રોડ, સેલવાસ મૂળ રહે બાલી ગામ, જિલ્લો પાલી રાજસ્થાનને ૫ થેલા સાથે ઝડપી પાડ્યો હતો, તપાસ કરતાં થેલા માંથી ૪૨.૧૮૦ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ૨૧ લાખનો જથ્થો મળી આવ્યો હતો.
 પોલીસે તેની ધરપકડ કરી ઍનડીપીઍસ ઍક્ટ હેઠળ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી આજે વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.