Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારડી તાલુકામાં ખેડૂતોને સર્વે કરી સહાય માટે આવેદન

પારડી તાલુકામાં ખેડૂતોને સર્વે કરી સહાય માટે આવેદન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૩ ઃ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અતિ ભારે વરસાદથી સામાન્ય પરિવારો અને ખેડૂતોને નુકસાન પેટે સક્ષમ અધિકારી મારફતે સર્વે કરી જરૂરી સહાય અને સમય મર્યાદામાં સહાય કરવા બાબતે  પારડીના પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલને આવેદનપત્ર સોîપવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલની રાહબારી હેઠળ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતિષભાઈ પટેલ વગેરે અગ્રણીઅો સાથે કોગ્રેસીઅો પ્રાંત કચેરીમાં પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારી નીરવભાઈ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારી નિરવભાઈઍ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે સહાય ચૂકવવામાં આવી છે. જેમના મકાનને ક્ષતિ હોય ઍમને રાજ્ય સરકાર દ્વારા વળતર આપવામાં આવી રહ્નાં છે તથા આ કામગીરી માટે જરુરી સુચનાઅો અપાઈ હોવાનું ઉમર્યુ હતું.
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વસંતભાઈઍ જણાવ્યું હતું સતિષભાઈઍ કહ્નાં હતું કે જેમના ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા છે ઍવા લોકોને પ્રમાણપત્ર આપવામાં આવે અને તાત્કાલિક માંગણીઓ સ્વીકારવામાં આવે ઍવી રજૂઆત કરી હતી.