Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ગોઈમામાં દિપડાઍ મારણ કર્યુ

ગોઈમામાં દિપડાઍ મારણ કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૩૧ ઃ જિલ્લાના નાનાપોઢા તાલુકાના ગોઈમાગામે દીપડાના આતંકને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગોઈમા ગામના ગૌમુખીમાતા મંદિર ફળિયામાં રહેતા ધનેશભાઈ મોહનભાઈની ઍક બકરીને તા. ૨૯ જુલાઈઍ દીપડો ઉઠાવી ગયો હતો. ઍટલું જ નહીં, ઍ જ રાત્રે ફળિયામાંથી ઍક કુતરાનો પણ દીપડાઍ શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. ખાસ કરીને નાના બાળકો, મહિર્લાઓ અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. સાંજ પડતાં જ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્ના છે અને પશુઓને પણ સુરક્ષિત સ્થળે બાંધવાની ફરજ પડી રહી છે.
વન વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા, રાત્રિના સમયે ઍકલા બહાર ન નીકળવા તેમજ પશુઓને ખુલ્લામાં ન છોડવા અપીલ કરી છે. દીપડાની સતત હિલચાલને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.