Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

નાની તંબાડીમાં પૂરગ્રસ્તોને રાહત કિટનું વિતરણ કરાયું

નાની તંબાડીમાં પૂરગ્રસ્તોને રાહત કિટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વલસાડ જિલ્લાના નાનાપોંડા તાલુકાના નાની તંબાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં ૨૩ જુલાઈઍ આવેલા વિનાશક પૂરના કારણે આશરે ૨૭ જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. કેટલાક ઘરો અરધા તો કેટલાક  ઘરોમાં  કમર સુધી પાણી ભરાઈ ગયું હતું,  પૂરગ્રસ્ત પરિવારોને મદદરૂપ બનવા માટે નાની તંબાડી ગ્રામ પંચાયત દ્વારા સેવાભાવી સંસ્થાઓ પાસેથી પ્રા થયેલી રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ ભયલુભાઈ, પંચાયત મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. ઉપસ્થિત આગેવાનોઍ પૂરથી પ્રભાવિત પરિવારોને હિંમત આપતાં જણાવ્યું હતું કે મુશ્કેલીની આ ઘડીમાં ગ્રામ પંચાયત તેમની સાથે છે અને જરૂરિયાત મુજબ શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે. રાહત કિટ મળતા પૂરગ્રસ્ત પરિવારોમાં ખુશી જોવા મળી હતી અને તેમણે સેવાભાવી દાતાઓ તથા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામમાં સામાન્ય જનજીવન ફરી પૂર્વવત્ બને તે માટે પણ ગ્રામ પંચાયત દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્ના છે.