Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીના સુખાલા તળાવ ગાર્ડનમાં ગંદકી અને વ્યાયમના સાધનો તુટેલી હાલતમાં

વાપીના સુખાલા તળાવ ગાર્ડનમાં ગંદકી અને વ્યાયમના સાધનો તુટેલી હાલતમાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૯ ઃ વાપી શહેરના સુખાલા તળાવ ખાતે આવેલ જનસેવા ગાર્ડનની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ગાર્ડનમાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્નાં છે, જેના કારણે સવારે અને સાંજે ર્મોનિંગ-ઈવનિંગ વોક માટે આવતા નાગરિકો તેમજ પરિવાર સાથે ફરવા આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે.
ગાર્ડનમાં કસરત માટે મૂકવામાં આવેલા વિવિધ વ્યાયામના સાધનો પણ તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્ના છે. પરિણામે આરોગ્ય સ્વચ્છ રાખવા માટે આવતા નાગરિકો કસરતનો લાભ લઈ શકતા નથી. ગાર્ડનની યોગ્ય જાળવણીના અભાવે સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યાપી છે.
સ્થાનિક નાગરિકોની માંગ છે કે વાપી મહાનગરપાલિકા તથા પાલિકાના બ્યુટિફિકેશન વિભાગ દ્વારા તાત્કાલિક ગાર્ડનની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવે, નિયમિત દવાનો છંટકાવ કરીને સ્વચ્છતા જાળવવામાં આવે તેમજ તૂટેલા વ્યાયામના સાધનોનું સમારકામ કરી ફરીથી કાર્યરત કરવામાં આવે, જેથી નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનો લાભ મળી શકે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો સમયસર જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાર્ડનની સ્થિતિ વધુ ખરાબ બનવાની શક્યતા છે અને જાહેર સુવિધા તરીકે વિકસાવવામાં આવેલી આ જગ્યા બેદરકારીનો ભોગ બનશે.