Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ટુકવાડાના યુવાનો દ્વારા બચાવ કામગીરી કરાઈ

ટુકવાડાના યુવાનો દ્વારા બચાવ કામગીરી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ પારડી તાલુકાના ટુકવાડા ગામ ના આદિવાસી વિસ્તારો માં આદિવાસી હળપતિ સમાજ ના યુવાનો દ્વારા ટુકવાડા-ઓવરફળિયા ખાતે ઓછા સંશાધન હોવા છતાં પુરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ માં લોકો ને બચાવી સુરક્ષિત સ્થળો ઉપર પહોંચાડી તેમના માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરી હતી.આ સેવાકાર્ય માં ચેતન બલ્લુભાઈ હળપતિ રાહુલ બલ્લુભાઈ હળપતિ  કૌશિક ધીરૂભાઈ હળપતિ જીતુભાઈ નાનુભાઈ હળપતિ દોલત રમેશભાઈ હળપતિ સતીષ રતિલાલ હળપતિ  અંરવિદ રમણભાઈ હળપતિ  વિનિત પટેલ ખજુરવાડ દ્વારા પિડીતો ને બચાવવા માટે કામગીરી કરી હતી.