Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારડીના હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ૪૨ વૃદ્ધોને મહેતા હોસ્પિટલમાં સ્થળાંતર કરાયું

પારડીના હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ૪૨ વૃદ્ધોને મહેતા હોસ્પિટલમાં સ્થળાંતર કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ  ભારે વરસાદના કારણે પારડી પારનદીમાં પાણીનો સ્તર વધી જતા મેડિકલ હોમ હોસ્પિટલ ના પરિસરમાં પાણી ફરી વળ્યું હતું જેથીહેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ૪૨ વૃદ્ધ દર્દીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને મહેતા હોસ્પિટલમાં સફળતાપૂર્વક શિફટ કરવામાં આવ્યા હતા.
આ સેવાકાર્યમાં વોર્ડ નંબર ઍકના સદસ્ય પ્રણવભાઈ દેસાઈ સિરીશભાઈ પટેલ માજી સદસ્ય અલી અન્સારી રાજેશ પટેલ વગેરે કિલ્લા પારડીના યુવા મિત્રો, ભાજપના આગેવાનો તથા તમામ સેવાભાવી કાર્યકર્તાઓ ભેગા મળ્યા હતા અને તમામ વડીલોને સલામત રીતે મેડિકલ હોમ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને મહેતા હોસ્પિટલમાં સ્થળાંતર કરાવી દેવામાં આવ્યા હતા. તમામ વડીલોને બચાવી લેવામાં આવ્યા હતા ઍમનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો સેવાભાવી યુવાનોઍ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં નિષ્ઠાપૂર્વક સહયોગ આપ્યો હતો.
આ સેવાયજ્ઞમાં જોડાયેલા તમામનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો અને અભિનંદન પઠાવવામાં આવ્યા હતા ખરેખર વડીલોની સેવા ઍ જ માનવતા છે અને તમામ લોકોઍ જે કાર્ય કર્યું ઍ અભિનંદનને પાત્ર છે.