Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગટરો જામ

વાપીમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગટરો જામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ ભારે વરસાદ બાદ પણ વાપીના કેટલાક વિસ્તારોમાં ગટરો જામની સમસ્યા યથાવત છે. મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી છે.

બલીઠા રોડ ઉપર સત્ય રેસીડેન્સી આગળ અને ગીતાનગરના મુખ્ય માર્ગ પર ગટરના ચેમ્બરો ઉભરાઈ રહ્ના છે. દુર્ગંધ સાથે ગંદુ પાણી રોડ પર વહી રહ્નાં છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.

વધુ ગંભીર બાબત ઍ છે કે રહેણાંક વિસ્તારોમાં ઍપાર્ટમેન્ટમાં પાણી ભરાવાની ફરિયાદો વધી છે. તંત્ર દ્વારા સમયસર નિકાલ ન થતા સ્થાનિકો પોતાના ખર્ચે મજૂરો રાખીને મુખ્ય રોડની ગટરના ચેમ્બર સાફ કરાવવા મજબૂર બન્યા છે.વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલા ન લેવાતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્ના છે. 

ચોમાસા દરમિયાન આરોગ્યની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક ગટર સફાઈની માંગ ઉઠી છે.