Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

બારોલીયા સરકારી શાળા અને કંપનીની દિવાલ તોડનાર બે સામે ગુનો

બારોલીયા સરકારી શાળા અને કંપનીની દિવાલ તોડનાર બે સામે ગુનો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૭ ઃ ધરમપુર તાલુકાના બારોલીયા નિશાળ ફળિયામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની કંપાઉન્ડ દિવાલ અને બાલા પ્રોજેક્ટના યુનિટોને જેસીબી વડે તોડી પાડવાના મામલે ધરમપુર પોલીસ મથકે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ, શાળાના આચાર્ય જિજ્ઞેશભાઈ જયંતીલાલ ટેલરે નોંધાવેલી ફરિયાદના આધારે બારોલીયા ગામના ઇલેશભાઈ રમણભાઈ પટેલ તથા જેસીબી ચાલક જેનું સંપૂર્ણ નામ-સરનામું જાણી શકાયું નથી જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તા. ૨૬ જુલાઈના રોજ સરકારી મિલકત હોવાની જાણ હોવા છતાં જેસીબીની મદદથી શાળાની કંપાઉન્ડ દિવાલ અને બાલા પ્રોજેક્ટના યુનિટોને જાણી-જોઈને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સરકારી શાળાને અંદાજે ?૩ લાખનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ધરમપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.