Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

દાદરા ચોકપોસ્ટ પાસે યુવકનો મોબાઈલ આંચકી બે ફરાર

દાદરા ચોકપોસ્ટ પાસે યુવકનો મોબાઈલ આંચકી બે ફરાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ દાદરા ચેકપોસ્ટ પાસે મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સોઍ યુવક પાસેથી રૂ.૩૦,૦૦૦/-ની કિંમતનો મોબાઈલ આંચકીને ફરાર થઈ જવાની ઘટના બની છે. આ અંગે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, નીપુકુમાર રામ વ.ર. ૨૧, રહે. દાનહ  હાલ ઍક ચાલીમાં મૂળ રહે બિહાર જે દાદરની કંપનીમાં નોકરી કરે છે. તા. ૨૬/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૯ઃ૧૦ વાગ્યાના સુમારે તે દાદરા ચેકપોસ્ટ પાસેથી  વાપી તરફ જતા રોડ પર મોબાઈલ પર વાત કરતો ઘરે જઈ રહ્ના હતો. તે સમયે પાછળથી ઍક મોપેડ પર આવેલા બે શખ્સો નજીક આવ્યા. પાછળ બેઠેલા શખ્સે અચાનક તેના હાથમાંથી રીયલમી કંપનીનો ૧૫-પ્રો મોડલનો ઍન્ડ્રોઈડ મોબાઈલ આંચકી લીધો અને ફરાર થઈ ગયા હતાં બનાવ વખતે મોપેડનો નંબર કે શખ્સોની ઓળખ થઈ શકી ન હતી. યુવકે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ત્ભ્ઘ્ ની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.