Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

સેલવાસમાં ડેન્ગ્યુ- મેલેરિયાને રોકવા વિશેષ અભિયાન હાથ ધરાયું

સેલવાસમાં ડેન્ગ્યુ- મેલેરિયાને રોકવા વિશેષ અભિયાન હાથ ધરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૭ ઃ તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જળજન્ય અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિશેષ જન આરોગ્ય અભિયાન શરૂ કર્યું છે.

રોગચાળો ફેલાતો અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓઆરઍસ (બ્ય્લ્)ના પેકેટ, ક્લોરીનની ગોળીઓ અને ક્લોરીન દ્રાવણનું વિતરણ કરવામાં આવી રહ્નાં છે. સાથે જ સુરક્ષિત પીવાનું પાણી, વ્યક્તિગત સ્વચ્છતા અને ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્ના છે. 

જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપીને અસરગ્રસ્ત વિસ્તારોમાં બ્લીચિંગ પાઉડરનો છંટકાવ, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે (ત્ય્લ્) અને મચ્છરના લાર્વા નિયંત્રણની કામગીરી સતત ચાલી રહી છે. ઉપરાંત મચ્છરના પ્રજનન સ્થળોને શોધી તેનો નાશ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.