Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપી પંથકમાં રાહત ટીમો દ્વારા નુકસાનનું સર્વે શરૂ

વાપી પંથકમાં રાહત ટીમો દ્વારા નુકસાનનું સર્વે શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ બુધવાર રાતથી ગુરુવાર દિવસ દરમિયાન પડેલા મુશળધાર વરસાદ બાદ રાતા, પાંડોર, વાંકાછ, કોચરવા સહિતના પૂરગ્રસ્ત ગામોમાં તંત્ર દ્વારા નુકસાનનું સર્વે શરૂ કરવામાં આવ્યું છે. મહેસૂલ, તાલુકા પંચાયત અને સ્વયંસેવી સંસ્થાઓની ટીમો ગામે-ગામે જઈને ઘરો, પાક અને પશુધનને થયેલા નુકસાનની વિગતો નોંધી રહી છે.

સર્વે દરમિયાન ગ્રામજનોઍ સરકાર પાસે તાત્કાલિક સહાય, અનાજ-કીટ અને કાચા-પાકા ઘરો બનાવવા માટે વળતરની માંગ કરી હતી. અસરગ્રસ્ત અસંખ્ય પરિવારો છેલ્લા બે દિવસથી વિવિધ સંસ્થાઓ દ્વારા પહોંચાડવામાં આવતા ફૂડ પેકેટ પર જ નિર્ભર છે.

પૂરમાં અનેક લોકોના પશુઓ મરણ પામ્યા છે જ્યારે કેટલાક પશુઓ ગુમ થયા છે. જેને પગલે પશુપાલન વિભાગ દ્વારા પણ અલગથી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અધિકારીઓઍ જણાવ્યું કે સર્વે પૂર્ણ થયા બાદ જરૂરિયાતમંદોને તાત્કાલિક રાહત અને વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.