Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

કાકડકોપર મુક્તિધામ પાસે કેનાલ તૂટી

કાકડકોપર મુક્તિધામ પાસે કેનાલ તૂટી


 કપરાડા તાલુકાના કાકડકોપર ગામ નજીક આવેલા મુક્તિધામ પાસે કેનાલ ફાટી જતાં આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ભારે પાણીના પ્રવાહના કારણે મુક્તિધામ તરફ જતો માર્ગ અનેક સ્થળોઍ ધોવાઈ ગયો છે, જેના કારણે હાલમાં સ્મશાન સુધી પહોંચવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેનાલ ફાટવાની ઘટનાના કારણે રસ્તાને ભારે નુકસાન થયું છે. વરસાદ બાદ સ્થિતિ વધુ ગંભીર બનતાં અંતિમવિધિ જેવા સંવેદનશીલ પ્રસંગોમાં પણ લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામલોકોઍ જણાવ્યું હતું કે મુક્તિધામ સુધીનો માર્ગ વહેલી તકે સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. સ્થાનિકોઍ સંબંધિત વિભાગ અને જિલ્લા તંત્ર સમક્ષ તાત્કાલિક રસ્તાના સમારકામની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે કોઈ અશુભ ઘટના બને ત્યારે મૃતદેહને મુક્તિધામ સુધી લઈ જવામાં અવરોધ ઊભો ન થાય તે માટે માર્ગને ઝડપથી વાહનવ્યવહાર લાયક બનાવવો જોઈઍ. ગામજનોની માંગ છે કે તંત્ર સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરીને કેનાલના નુકસાનની પણ મરામત કરે તેમજ ધોવાઈ ગયેલા રસ્તાનું રિપેરિંગ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરી લોકોને પડતી મુશ્કેલીનો વહેલી તકે અંત લાવે.