Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ગુજરાતના ત્રણ કલાકારોનું ન્યુ દિલ્લીમાં કલા પ્રદર્શન યોજાશે

ગુજરાતના ત્રણ કલાકારોનું ન્યુ દિલ્લીમાં કલા પ્રદર્શન યોજાશે


વાપી, તા.૨૧ ઃ કલા ગુરુ જશુભાઈ નાયક દ્વારા સ્થપાયેલ કલા સંસ્થા, બી.ઍ મહેતા કલા મહાવિદ્યાલય અમલસાડ (ગુજરાત)ના નિવૃત્ત પ્રિન્સિપાલ કેશવ ટંડેલ, પ્રાધ્યાપક ગજુ પટેલ, પ્રાધ્યાપક જગદીશ વૈષ્ણાનીનું ઓપન પાલ્મ કોર્ટ ગેલેરી, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ન્યુ દિલ્હી ખાતે આગામી ૨૭ જુલાઈ ૨૦૨૦ થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી કલાપ્રદર્શન યોજાય રહ્નાં છે.
જેમાં ઉદઘાટક તરીકે લલિત કલા અકાદમી ન્યુ દિલ્હીના ડેપ્યુટી સેક્રેટરી ઍમ.સોવન કુમાર તેમજ પ્રોડક્શન ઍડિશનલ ઇન્ચાર્જ અને ગેલેરી ઇન્ચાર્જ અનુપમ પાંડે સાહેબ, આર્ટ હિસ્ટોરિયન ક્યુરેટર બ્લ્યુ ડોટ ગેલેરીના સંચાલિકા મેડમ મીના સીંઘજી ન્યુ દિલ્હી તેમજ દિલ્હીના અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામાંકિત જાણીતા કલાકાર અને પ્રિન્ટ મેકર જયંત ગજેરાજી ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે.
પ્રદર્શનમાં રજૂ થનારી લગભગ ૧૦૦ થી વધુ કલાકૃતિઓ કેનવાસ અને કાગળ પર અંકિત થઈ છે.
જેમાં મુખ્યત્વે ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિ અને ભારતીય પૌરાણિક આધ્યાત્મિક વિષયને આવરી લેવાયો છે. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવોર્ડ થી સન્માનિત ત્રણે કલાકારોના કલા પ્રદર્શનનો ત્રિપર્ણ આર્ટિસ્ટ ગ્રુપ તરીકે સમયાન્તરે યોજાતા રહે છે, જેમાં કલાચાહકોનો ઉમદા પ્રતિસાદ મળતો રહે છે.