Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારડી ચાર રસ્તા ફલાયઅોવરબ્રિજની પાઈપલાઈનો લાંબા સમયથી જર્જરીત

પારડી ચાર રસ્તા ફલાયઅોવરબ્રિજની પાઈપલાઈનો લાંબા સમયથી જર્જરીત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૧ ઃ  પારડી ચાર રસ્તા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ફલાઈવર બ્રિજ નીચે લાંબા સમયથી વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ પાઇપ લાઇન તૂટી જતા બ્રિજના નીચેથી પસાર થતાં સ્થાનિક વાહન ચાલકો અને નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્ના છે હાઇવે ઓથોરિટી દ્વારા તૂટી ગયેલા પાઇપ નવા નાખી તાત્કાલિક લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવે ઍ ખૂબ જ જરૂરી બની ગયું છે પારડી ચાર રસ્તા લાઈવ ઓવર બ્રિજ નીચે થી દરરોજ વિશાળ સંખ્યામાં સ્થાનિક રહીશો પસાર થતા હોય છે કારણ કે બજારમાં કોઈ પણ ચીજ વસ્તુ લેવા માટે આ જ ઍક માર્ગ છે જ્યાંથી પસાર થઈને જવું પડે છે લાંબા સમયથી બ્રિજના નીચે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ પીવીસી પાઇપ લાઇન તૂટી ગઈ છે જેના કારણે હાલમાં પડી રહેલ વરસાદનો પાણી લીકેજ થઈ રહ્ના છે પાણી લીકેજ થતા બ્રિજના નીચેથી પ્રસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે વરસાદી પાણી બ્રીજના ઉપરથી સીધું સીધું નીચે પડી રહ્નાં છે. જેના લીધે બ્રિજના નીચેથી પ્રસાર થતાં લોકોને વરસાદી પાણી ઉપર પડતા હેરાન પરેશાન થઈ રહ્ના છે હાઈવે ઓથોરિટી દ્વારા હાલમાં પડી રહેલ વરસાદને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પાઇપલાઇન રીપેર કરવામાં આવે ઍ જનતાના ખૂબ જ જરૂરી બની ગયું છે.