Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વલસાડ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

વલસાડ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી


વલસાડ, તા.૧૯ ઃ વલસાડ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેકટરાલયના સભાખંડમાં મળી હતી. જેમાં વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોને ડેવલપ કરવા અંગે ધારાસભ્યો રમણભાઇ પાટકર, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ સહિત અધિકારીઓની મળેલી બેઠકમાં વિવિધ પાસાઓની છણાવટ કરવામાં આવી હતી. જેમાં સર્વપ્રથમ તીથલ, નારગોલ અને ઉમરગામ બીચને સુદઢ બનાવવા આવશે. જેમાં પ્રવાસીઓને ઍકટીવીટી, બોટિંગ, પેરાસેલિંગ જેવી પ્રવૃતિ સેફટી સાથે કરી શકે તેવી સુવિધા રાજય સરકાર અને લોકભાગીદારીથી ઉભી કરાશે.  
કલેકટર ઍ જણાવ્યું હતું કે, આ માટે પ્રાંત, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરની કમિટી બનાવી, કાર્યવાહી કરવામાં આવશે. આ માટે છ માસમાં ટેન્ડર સહિતની તમામ કામગીરી પુર્ણ કરી, ઍજન્સી નિયત કરવામાં આવશે. સ્થળોની મુલાકાત કરીને સુદઢ આયોજન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે. કલેકટરે તીથલ દરિયા કિનારે મોટા પત્થરો ખસી ન જાય તે માટે કાયમી ઉકેલ લાવવા પ્લાન બનાવવા પણ સંબંધિત અધિકારીને સુચના આપી હતી.