Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપી સ્ટેશન પર બ્લોકને કારણે અનેક ટ્રેનોના સમયપત્રકમાં બે દિવસ ફેરફાર

વાપી સ્ટેશન પર બ્લોકને કારણે  અનેક ટ્રેનોના સમયપત્રકમાં બે દિવસ ફેરફાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ પડ્ઢિમ રેલવેના વાપી રેલવે સ્ટેશન પર મશીન સાઇડિંગ કમિશનિંગ તથા સિગ્નલિંગ સંબંધિત કામગીરીને કારણે ૧૮ અને ૧૯ જુલાઈ દરમિયાન પ્રિ-નોન-ઇન્ટરલોકિંગ અને નોન-ઇન્ટરલોકિંગ બ્લોક લેવામાં આવશે. આ કામગીરીને કારણે મુંબઈ-ગુજરાત રૂટ પર દોડતી અનેક મેલ, ઍક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોના સંચાલન પર અસર પડશે. કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ અથવા ટૂંકા રૂટ સુધી મર્યાદિત કરવામાં આવી છે. બોરીવલીથી સવારે ૭ઃ૨૦ વાગ્યે ઉપડતી ટ્રેન નં. ૬૯૧૩૯ બોરીવલી–વલસાડ મેમુ માત્ર ભિલાડ સુધી જ દોડશે અને ભિલાડથી વલસાડ વચ્ચેની સેવા રદ રહેશે. તેમજ વડોદરા–દહાણુ રોડ ઍક્સપ્રેસ માત્ર વલસાડ સુધી જ દોડશે, જ્યારે વલસાડથી દહાણુ રોડ વચ્ચેનો રૂટ રદ રાખવામાં આવ્યો છે. ઉપરાંત અનેક લાંબા અંતરની મેલ અને ઍક્સપ્રેસ ટ્રેનોને ૩૦થી ૫૦ મિનિટ સુધી મોડી દોડાવવામાં આવશે અથવા નિયંત્રિત કરવામાં આવશે.