Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

રાબડાની સાર્વ. મા. શાળામાં વિદ્યાર્થીઓને ભોજન અપાયું

રાબડાની સાર્વ. મા. શાળામાં  વિદ્યાર્થીઓને ભોજન અપાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ તાલુકાના રાબડા ગામની સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે સ્વર્ગસ્થ લલિતાબેનની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના પતિશ્રી મોહનભાઈ બલવાડા નિવાસી (હાલ વલસાડ) ના સૌજન્યથી કપરાડા અને ધરમપુર વિસ્તારની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિધાર્થીઓ તેમજ સ્થાનિક વિધાર્થીઓ માટે બપોરના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ લલિતાબેનના પતિ મોહનભાઈ, પુત્ર કેયુરભાઈ, પુત્રી કિંજલબેન, પુત્રવધૂ બીજલબેન વગેરે ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ લલિતાબેનના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તથા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.