Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ઉમરગામની બીલેટ્સ ઇલેક્ટ્રોનિક પ્રા. લિ.માં સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ

ઉમરગામની બીલેટ્સ ઇલેક્ટ્રોનિક પ્રા. લિ.માં સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમગામ, તા. ૧૭ ઃ ઉમરગામ સ્થિત બીલેટ્સ ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કંપનીના ડિરેક્ટર ચિરાગ સરના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મદિવસની ઉજવણીને સમાજસેવા સાથે જોડવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં કંપનીના કર્મચારીઓઍ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે કંપનીના પ્લાન્ટ મેનેજર દીપક બહેરાઍ જણાવ્યું હતું કે જન્મદિવસ માત્ર વ્યક્તિગત ઉજવણી પૂરતો સીમિત ન રહે, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અવસર પણ બનવો જોઈઍ. આ ભાવનાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાય.
શિબિરને સફળ બનાવવા બદલ તમામ કર્મચારીઓ, સ્વૈચ્છિક રક્તદાતાઓ તથા રક્તદાન ટીમનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યોને વધુ વ્યાપક બનાવી વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય  રમણભાઈ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. આયોજકો દ્વારા તેમની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અંતમાં, ડિરેક્ટર ચિરાગ સરને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ તમામ રક્તદાતાઓ ના માનવતાભર્યા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.