Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીની ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સીમાં ફાયર વિભાગની મોકડ્રિલ યોજાઈ

વાપીની ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સીમાં ફાયર વિભાગની મોકડ્રિલ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપીની ફોર્ચ્યું પાર્ક ગેલેક્સી હોટેલ ખાતે આજે જીઆઇડીસી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં કેવી રીતે ત્વરિત અને સુરક્ષિત રીતે બચાવ કાર્ય કરવું તે અંગે કર્મચારીઓને પ્રત્યક્ષ તાલીમ આપવાના હેતુથી આ મોકડ્રિલ યોજવામાં આવી હતી.
મોકડ્રિલ દરમિયાન હોટેલના આશરે ૧૦૦ કર્મચારીઓને આગ લાગવાના બનાવોમાં પ્રાથમિક બચાવ, ફાયર ઍક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ, સુરક્ષિત રીતે બહાર નીકળવાના રસ્તા અને તકેદારીના પગલાં અંગે વિગતવાર ડેમો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બેઠક યોજીને ફાયર સેફટીના નિયમો, ઘરમાં આગના બનાવો ન બને તે માટેની સાવચેતીઓ અને કટોકટી સમયે શું કરવું-શું ન કરવું તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીઆઇડીસી ફાયર વિભાગના રાઠોડ, ચીફ ફાયર ઓફિસર અને જવાનો ઉપસ્થિત રહ્ના હતા. હોટેલ તરફથી મેનેજર ચિત્રા દ્વિવેદી, ઍચઆર સ્પર્શ સહિત હોટેલના સંચાલકગણ હાજર રહ્ના હતા અને સમગ્ર કામગીરીમાં સહયોગ આપ્યો હતો.