Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપી રેલ્વે સ્ટેશને બેભાન અવસ્થામાં મળેલા બે ના સારવાર દરમ્યાન મોત

વાપી રેલ્વે સ્ટેશને બેભાન અવસ્થામાં મળેલા બે ના સારવાર દરમ્યાન મોત


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી રેલવે પોલીસ સ્ટેશન દ્વારા બે બિનવારસી મૃતદેહ મળી આવ્યા છે જેની ઓળખ થઈ નથી. પ્રથમ બનાવમાં તા. ૦૮/૦૭/૨૦૨૫ના રોજ વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.૧ પર બાંદ્રા-બિકાનેર ઍક્સપ્રેસ ટ્રેનના કોચ લ્/૫ માંથી ઍક અજાણી મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. ઉ.વ. ૪૮ આશરાની આ મહિલાને ૧૦૮ મારફતે વલસાડ સિવિલ અને ત્યાંથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યાં તા. ૦૮/૦૭/૨૦૨૫ના રોજ સાંજે ૪ઃ૩૦ વાગ્યે તેનું મોત થયું હતું. મહિલાના જમણા હાથ પર ૅથ્ ન્ંરુફૂનું ટેટુ છે અને ગુલાબી અને કથ્થઈ કલરની નાઇટી પહેરી છે. બીજા બનાવમાં તા. ૧૪/૦૭/૨૦૨૫ના રોજ ભીલાડ રેલવે સ્ટેશન નજીક કિ.મી. ૧૬૨/૧૦૧૪ પાસે ઉ.વ. ૪૦ થી ૪૫નો ઍક અજાણ્યો પુરુષ ઘાયલ હાલતમાં મળ્યો હતો. તેને પણ સુરત સિવિલ ખાતે સારવાર દરમિયાન તા. ૧૫/૦૭/૨૦૨૫ના રોજ મોત થયું હતું. તેણે આછા પીળા રંગનું શર્ટ અને કથ્થઈ પેન્ટ પહેર્યું હતું.
જો કોઈને આ બંને લાશ અંગે માહિતી હોય તો વાપી રેલવે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.