Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

નાનાપોંઢા તાલુકા ભાજપના પ્રભારી તરીકે શૈલેશ પટેલની નિમણૂંક કરાઈ

નાનાપોંઢા તાલુકા ભાજપના પ્રભારી તરીકે શૈલેશ પટેલની નિમણૂંક કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ,તા.૧૫ ઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોઢા તાલુકાના મંડળ પ્રભારી તરીકે ગોઈમા ગામના વતની તથા નાની વહીયાળ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શૈલેશકુમાર આર. પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂક ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મોવડીમંડળ, વલસાડ જિલ્લા પ્રભારી વિનયભાઈ શુકલા, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તથા કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.
શૈલેશકુમાર પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા પ્રભારી વિનયભાઈ શુકલા, પ્રદેશ ઉપાધ્યક્ષ તથા ધારમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તથા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ સહિત પક્ષના તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે પક્ષે સોંપેલી જવાબદારીને સંપૂર્ણ સમર્પણ સાથે નિભાવી નાનાપોઢા તાલુકામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકરો સાથે સંકલન વધારવા માટે સતત કાર્ય કરશે. તેમની નિમણૂકને લઈને ભાજપના કાર્યકરો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.