Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારડીથી દારૂ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

પારડીથી દારૂ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો


વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન તેમજ નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા દારૂના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા ઍક વોન્ટેડ આરોપીને ઍલ.સી.બી. વલસાડની ટીમે  પારડીથી આરોપી બલવીરકુમાર ઉર્ફે બાદલ રમેશભાઈ ભગુભાઈ કોળી પટેલ ઉં. વ.૨૫  રહે. બાલદા, મોટા કોળીવાડ, તા. પારડી, જી. વલસાડ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.