Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપી ટાઉનમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

વાપી ટાઉનમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો


 વાપી, તા. ૧૩ ઃ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વર્ષ ૨૦૨૫થી નાસતો-ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઍલસીબીના  ઍઍસઆઈ નીતિન બાબુલાલને મળેલી બાતમીના આધારે વાપી ટાઉન પોલીસમાં દારૂના ગુનાના વોન્ટેડ આરોપી બંસુભાઈ બાબુભાઈ ધોડીયા પટેલ ઉ.વ. ૪૫ ને ઉદવાડા, ઓરવાડ, માણેકનગર, હળપતિવાસની બાજુમાં, તા. પારડી ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.

 આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ઍક્ટની કલમ મુજબ ગુનો નોંધાયેલો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે.