Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારડીમાં રખડતાં પશુઅોને રેડિયમ પટ્ટી પહેરાવાઈ

પારડીમાં રખડતાં પશુઅોને રેડિયમ પટ્ટી પહેરાવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૩ ઃ જાહેર માર્ગોમાં ગાય બળદ જેવા પશુઓ રાત્રિ દરમિયાન અચાનક આવી જતા હોય જેથી રસ્તા પર અકસ્માત સર્જતા હોય છે. આવા પશુઓના ગળામાં સેવાભાવી પારડીના ભાઈ-બહેનોઍ રેડિયમ પટ્ટી બાંધી હતી. જેનાથી અકસ્માત થતાં અટકી શકે છે. દૂરથી આવતા વાહન ચાલકને રેડિયમ પટ્ટી ચમકે તો કોઈ જીવ હોવાનો ભાન થશે અને અકસ્માત અટકી જશે. પારડીના સેવાભાવી ઉમરસાડીના ધવલભાઇ દેસાઈ દ્વારા અકસ્માત અટકાવવા માટે રેડિયમ પટ્ટી આપવામાં આવતાં પારડીના સેવાભાવી પારડી પાલીકાના મહિલા કોર્પોરેટર નેહાબેન ભંડારી, યુગ દેસાઈ, કરણ ભરવાડ, જેનીલ દેસાઈ, હર્ષ પટેલ અને ધાવની પટેલ તમામ લોકો જાહેર માર્ગમાં પહોંચ્યા હતાં અને રખડતા પશુઓને ગળામાં બેલ્ટ બાંધ્યો હતો. જેનાથી દૂરથી આવતા વાહન ચાલકને દેખાય અને અકસ્માત થતા થઈ શકે છે. ત્યારે મોંઘા પશુઓને જાહેર માર્ગોમાં છોડી દેતા પશુ માલિકોઍ જાહેરમાં પશુઓ છોડવા નહીં જોઈઍ જેથી અકસ્માત થતા અટકાવી શકાય છે અને પશુઓનો બચાવ થાય છે. 

વાહન ચાલકોનો બચાવ થાય છે. નેહાબેન અને ઍમની ટીમને ખુબ ખુબ અભિનંદન કે ઍમણે અકસ્માત અટકાવવા માટે પહલ કરી છે.