Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ભિલાડ પો.સ્ટે.ના અપહરણના ગુનાનો વોન્ટેડ આરોપી પાલઘરથી ઝડપાયો

ભિલાડ પો.સ્ટે.ના અપહરણના ગુનાનો વોન્ટેડ આરોપી પાલઘરથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ વાપી તા વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભિલાડ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શનમાં વોન્ટેડ આરોપીને પકડવાની કામગીરીમાં ન્ઘ્ગ્ ના ખ્લ્ત્ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટનો ગુનો નોંધાયો હતો જેમાં વોન્ટેડ આરોપી વિષ્ણુ રામારાવ ચૌહાણ ઉ.વ. ૨૮ ને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા, તા. જવહારના શાંતિનગર ઝૂપડપટ્ટીમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીનું મૂળ વતન નાઇગાવ, તા. મંઢા, જિ. જાલના, મહારાષ્ટ્ર છે.આરોપીને પકડવા પો.સ.ઈ. જે.જી. વસાવા, ખ્લ્ત્ સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, ખ્લ્ત્ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, ખ્લ્ત્ વિવેક ધનશ્યામભાઈ, ખ્લ્ત્ દશરથ જગદીશભાઈ અને ખ્લ્ત્ હરદીપસિંહ હેતુભાઍ જહેમત ઉઠાવી હતી. પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે ભિલાડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.