Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ગોવાડામાં બાળકોને રેનકોટ વિતરણ કરાયા

ગોવાડામાં બાળકોને રેનકોટ વિતરણ કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૩ ઃ ઉમરગામ તાલુકા વિસ્તારમાં જૈન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૫ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. 

જરૂરિયાત મંદોને સહાય પૂરી પાડી જનસેવા ઍ જ પ્રભુ સેવા નું સૂત્ર જૈન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પૂજા શાહ તથા પૂર્વ પ્રમુખ અનિલભાઈ જૈન અને પરિવાર દ્વારા સાર્થક થતું જોવા મળે છે. વરસાદને કારણે ઉમરગામ ખાતે કેટલીક ટ્રેનોને ઉભી કરી દેવામાં આવી હતી. જૈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પેસેન્જર અને ફૂડ પેકેટ વિતરણ કરાયા હતાં. 

ગોવાડા પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જૈન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રેનકોટ વિતરણ કરી બાળકોના ઉજવળ ભવિષ્યની કામના કરી હતી.