Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ખેડૂતોમાં ડાંગરની રોપણી અંગે ચિંતા

ખેડૂતોમાં ડાંગરની રોપણી અંગે ચિંતા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૧૩ ઃ  વલસાડ અને નવસારી જિલ્લામાં થોડા દિવસો અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો અને ખેડૂતો પણ વરસાદ થતાં ખુશી અનુભવી રહ્ના હતાં. 

પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અટકી જતા ખેડૂતો ડાંગરની રોપણી કરવા માટે વરસાદની રાહ જોઈને બેઠા છે. જોકે ખેડૂતોઍ પિયત દ્વારા ઉધારેલું ડાંગરનું ધરું તૈયાર હોય જેને લઇ હવે ડાંગરની રોપણી કરવા માટે આતુરતાથી વરસાદની રાહ જોવામાં આવી રહી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં મોટેભાગે ઉપરવાસના ખેડૂતો આકાશી ખેતી ઉપર નભતા હોય છે. ત્યારે હવે વરસાદ થાય તેની રાહ જોઈ રહ્ના છે.