Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

છીરીના ઍટીઍમ સેન્ટર પર મજુરને ગઠીયો ભેટી ગયો

છીરીના ઍટીઍમ સેન્ટર પર મજુરને ગઠીયો ભેટી ગયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વાપી, તા.૧૦ ઃ વાપીના છીરી રામનગર વિસ્તારમાં રહેતા ઍક મજૂર ગત ૦૫ જુલાઈઍ અહીંના ઍચડીઍફસી બેન્કના ઍટીઍમ ઉપર પૈસા ઉપાડવા ગયો હતો. જ્યાં ઍક ઠગ સામે તેને નજર ચૂકવી કાર્ડ બદલી પિન નંબર જોઈ લીધા બાદ ખાતામાંથી ૭૨ હજાર ૯૯૮ રૂપિયા ઉપાડી લીધા હતાં. ઘટના અંગે ભોગ બનનાર મજુર રામ સ્વર્ગ ભારદ્વાજઍ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઍટીઍમ પર લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આગળની તપાસ હાથ ધરી છે.