Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ડુંગરા ઍનડીપીઍસ અને આર્મ્સ ઍક્ટનો વોન્ટેડ આરોપી ઝડપાયો

ડુંગરા ઍનડીપીઍસ અને આર્મ્સ ઍક્ટનો વોન્ટેડ આરોપી ઝડપાયો


વાપી, તા.૧૦ ઃ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ ઍક્ટ તેમજ ઍનડીપીઍસ ઍક્ટના ગુનામાં  વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીને વલસાડ ઍસઓજીની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વલસાડ ઍસઓજીના પીઆઈ ડી.ડી. પરમાર તથા પીઍસઆઈ ધાનેરાના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન વિશાલ જીંપુ ગંજુ (ઉં. ૨૫), હાલ રહે વડિયાવાડ, કોચરવા, વાપી અને મૂળ વતની દહાણુ (મહારાષ્ટ્ર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે ડુંગરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ ઍક્ટ અને ઍનડીપીઍસ ઍક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોઍ જણાવ્યું હતું. આરોપીની ધરપકડ બાદ તેને ડુંગરા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.