Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ઉમરગામ શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

ઉમરગામ શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૦ ઃ પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ ઉમરગામ શહેર યુવા ભાજપ દ્વારા ગાંધીવાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા ઉપપ્રમુખ ભાવનાબેન, શહેર ભાજપ સંગઠન અને યુવા ભાજપના કાર્યકરોના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં વલસાડ રક્તદાન કેન્દ્રના ડોક્ટરો અને તેમની ટીમે સેવા આપી હતી.
શિબિરમાં મોટી સંખ્યામાં યુવા રક્તદાતાઓઍ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રક્તદાન મહાદાનના સંદેશને સાર્થક બનાવ્યો.આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા, નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર, કોર્પોરેટરો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્ના.