Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

સરીગામમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ ઘરોને મોટું નુકસાન

સરીગામમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ ઘરોને મોટું નુકસાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ  સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ ઘરોને ભારે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ સરપંચ સહદેવભાઈ વઘાત, અગ્રણીઓ રાકેશ રાય, વિનોદ ઠાકુર અને નિરજ રાય પંચાયતની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને તાત્કાલિક બચાવ તથા રાહત કામગીરી હાથ ધરી હતી. ઘટનામાં રાત્રિના સમયે ઘરમાં ઊંઘી રહેલા વૃદ્ધ લક્ષ્મણભાઈ દુબળાને પગમાં ઈજા પહોંચી હતી, જ્યારે ઘરના નાના બાળકો સહિત અન્ય આઠ સભ્યોનો આબાદ બચાવ થયો હતો.ગ્રામ પંચાયત દ્વારા અસરગ્રસ્ત પરિવારોને પતરા, થાંભલા અને અનાજની કીટનું વિતરણ કરી માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. ઉપરાંત, થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર કરી સહાય માટે તાલુકા પંચાયત ઉમરગામ ખાતે મોકલવામાં આવ્યો હોવાનું ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતું.