Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ચીખલી તાલુકાના નોગામા, રાનકુવા, સારવણીમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા પડયા

ચીખલી તાલુકાના નોગામા, રાનકુવા, સારવણીમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા પડયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૮ ઃ ચીખલી તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. સારવણી, રાનકુવા, નોગામા જેવા ગામોમાં કેટલાક મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા સંખ્યાબંધ વ્યક્તિઓનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું  ચીખલી તાલુકામાં છેલ્લા બે દિવસથી  પડી રહેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના સંખ્યાબંધ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા ચીખલી તાલુકાના નોગામા ભુરી ફળિયા ખાતે તળાવ ઉભરાતા કેટલાક મકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ૪૦ જેટલી વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ભારે વરસાદને કારણે સુંથવાડ, આલીપોર, થાલા તેમજ સમરોલી વિસ્તારમાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ ટ્રેકની બાજુમાં સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોઍ ભારે પરેશાની વેઠવાની નોબત આવી હતી જ્યારે ટાંકલ રાનકુવા માર્ગ ઉપર ઠેર ઠેર પાણી ભરાતા પાણીનો નિકાલ ન થતા કેટલીક જગ્યાઓ ઉપર મોડી રાત્રે ડિવાઈડરો તોડીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.