Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વલવાડા ખનકીમાં કાર સાથે ફસાયેલા યુવકનો જીવ બચાવાયો

વલવાડા ખનકીમાં કાર સાથે ફસાયેલા યુવકનો જીવ બચાવાયો


વાપી, તા.૦૮ ઃ વલવાડા ખણકી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતા ઍક કાર નબર આર જે ૧૦- સીઍન -૨૨૬૯  પાણીમાં ફસાઈ ગઈ હતી. કારમાં રહેલો યુવક બહાર નીકળી શક્યો ન હોવાથી જીવના જોખમે કારના બોનેટ પર ચડી ગયો હતો. તે સતત મદદ માટે બૂમો પાડી રહ્ના હતો. ત્યાંથી પસાર થતા ઍક વાહનચાલકે સમગ્ર ઘટના જોઈ તાત્કાલિક વાપી ફાયર વિભાગને જાણ કરી હતી.
જાણ થતાં જ વાપી ફાયર વિભાગની ટીમ તથા ઍસડીઆરઍફના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાત્રે અંદાજે ૧ઃ૩૦ વાગ્યે શરૂ કરાયેલા બચાવ અભિયાન દરમિયાન પાણીનો તેજ પ્રવાહ અને અંધકાર વચ્ચે દોરડા સહિતના સાધનોની મદદથી લગભગ ઍક કલાકની ભારે જહેમત બાદ યુવકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થતાં હાજર લોકોઍ વાપી ફાયર વિભાગ અને ઍસડીઆરઍફની ટીમની કામગીરીને બિરદાવી હતી.