Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપી મનપા ફાયર વિભાગના ઈમરજન્સી નંબર જાહેર

વાપી મનપા ફાયર વિભાગના ઈમરજન્સી નંબર જાહેર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
આગ, પૂર જેવી બચાવ કામગીરી અથવા અન્ય કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરી શકાય તે માટે વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબરોમાં ૯૭૨૭૭૭૪૫૯૧, ૭૬૯૮૮૨૫૪૦૪ તેમજ કંટ્રોલ રૂમનો લેન્ડલાઇન નંબર ૦૨૬૦-૨૪૬૦૧૦૦ સામેલ છે.
ઉપરાંત કુદરતી આપત્તિની કોઈપણ ઘટના બને તો રાષ્ટ્રીય ફાયર ઈમરજન્સી નંબર ૧૦૧ પર પણ તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
ફાયર વિભાગે જણાવ્યું છે કે ટીમ ૨૪ કલાક સેવા માટે સજ્જ છે અને આગ, પૂર , વૃક્ષો ધરાશાઈ થવા ,રેસ્ક્યૂ ઓપરેશન સહિતની આપત્તિમાં ઝડપી -તિસાદ આપવામાં આવે છે.
નાગરિકોને આગથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા, વીજ ઉપકરણો અને ગેસના ઉપયોગમાં તકેદારી રાખવા તેમજ કોઈપણ ઈમરજન્સીમાં ગભરાયા વગર તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.