Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વલસાડનો બે વર્ષથી ફરાર આરોપી લખનૌથી ઝડપાયો

વલસાડનો બે વર્ષથી ફરાર આરોપી લખનૌથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ  વલસાડ રૂરલ પોલીસ મથકમાં  ઍન.ડી.પી.ઍસ. ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસથી ભાગતો  વોન્ટેડ આરોપીને વલસાડ ઍસ.ઓ.જી. ટીમે ઉત્તરપ્રદેશના લખનૌથી ઝડપી પાડ્યો છે.

વલસાડ જિલ્લા પોલીસવડા  યુવરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. વલસાડ ઍસ.ઓ.જી.ના પી.આઈ. ડી.ડી. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સાથે ફરતા હતા  તે દરમ્યાન બાતમી મળી હતી કે, વલસાડ રૂરલ પોલીસ મથકનો  બે વર્ષ થી , ઍન.ડી.પી.ઍસ.ના  ગુનાનો વોન્ટેડ આરોપી ઉત્તરપ્રદેશમાં છુપાયેલો છે. જે  બાતમીના આધારે ઍસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક ઉત્તર પ્રદેશના લખનૌ જઈ વોન્ટેડ આરોપી શૈલેષભાઈ રામનિરંજન તિવારી ઉંમર વર્ષે ૩૦ મૂળ રહે  યુ. પી. હાલ  રહે.અવધ વિહાર યોજના, બસેરા, ફલેટ નંબર ૩૦૮, સેક્ટર ૩-બી, ઘુસ્વાલન કલન, ગોલ્ફ સીટી, લખનૌ, યુ.પી.ની  ધરપકડ કરી છે.