Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીના છીરીથી રૂ. ૩.૬૧ લાખના ગાંજા અને બે તમંચા સાથે બે ઝડપાયા

વાપીના છીરીથી રૂ. ૩.૬૧ લાખના ગાંજા અને બે તમંચા સાથે બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી સામે ચલાવવામાં આવતી ઝુંબેશ હેઠળ ડુંગરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે છીરી-વડિયાવાડા વિસ્તારમાં દરોડો પાડી પોલીસે બે શખ્સો પીન્ટુ ભગત સત્યનારાયણ જયસ્વાલ ઉંમર ૩૧, રહે. છીરી વડિયાવાડ તથા ત્રિપુરાકુમાર  રદયનારાયણ  યાદવ ઉંમર વર્ષ ૨૮ રહે. છીરી વડિયાવાડને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૧૨.૨૫૮ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૩,૬૧,૨૬૦ હોવાનું પોલીસઍ જણાવ્યું છે. આ ઉપરાંત બે દેશી તમંચા પણ મળી આવ્યા હતા.

પોલીસે  કુલ રૂ. ૩,૬૧,૮૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ગાંજાના જથ્થા સાથે સંકળાયેલા ચાર અન્ય આરોપીઓ  કલીમ ઉર્ફે હકલો અલીમુદ્દીન સૈયદ રહે. છીરી, ગાલા મસાલા, કેયુર નવનીત પટેલ, રહે. છીરી વડિયાવાડ, વિશાલ રહે. છીરી તથા લાલન સત્યનારાયણ ભગત રહે. છીરી વડિયાવાડને ફરાર હોવાનું સામે આવતાં તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં ડુંગરા પોલીસે    ઍન.ડી.પી.ઍસ. ઍક્ટ તથા આર્મ્સ ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વોન્ટેડ આરોપીઓ પૈકી કાલિમા ઉર્ફે હાકલા સામે વાપી ટાઉન, ડુંગરા,જીઆઇડીસી, નાની દમણ સહિતના વિસ્તારોમાં ૧૮ જેટલા ગુના નોંધાયેલા છે.