Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ધનોરીમાં મેડિકલ કેમ્પ અને સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ

ધનોરીમાં મેડિકલ કેમ્પ અને સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૫ ઃ રોટરી ક્લબ ગણદેવીના સ્થાપક પ્રમુખ સ્વ. અમરતલાલ વશનજી નાયક (ધનોરી)ની જન્મતિથિ નિમિત્તે અમૃતમ હોસ્પિટલ ખાતે બુધવારે વિવિધ સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોજાયેલા ભવ્ય મેડિકલ કેમ્પમાં કુલ ૧૦૩ દર્દીઓઍ નિષ્ણાત તબીબો ડૉ. વિહાર ધોરાજીયા, ડૉ. વિજય પટેલ, ડૉ. ચૈતાલી માસ્ટર અને ડૉ. ધર્મેશ પટેલની સેવાઓનો લાભ લીધો હતો, જ્યારે આંખના વિભાગમાં ૬૭ દર્દીઓની તપાસ કરી ૧૮ દર્દીઓમાં મોતિયાનું નિદાન કરાયું હતું અને ૨૦ દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું.
 આ પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૩૫ યુનિટ રક્ત ઍકત્રિત કરાયું હતું, જેના સફળ આયોજન માટે ઇવેન્ટ ચેરમેન રાકેશ નાયક , રાકેશ નાયક તથા અમિત નાયક ઍ વિશેષ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત અજરાઈ, ધનોરી, દેવસર અને અંભેટા આશ્રમશાળાના અંદાજે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે બીલીમોરાના રામીબેન આમલીયન હોલમાં મેજિક અને પપેટ શો સાથે યોજાયો હતો.સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ થકી સ્વ. અમરતલાલ નાયકને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.