Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ડાભેલ ઔદ્યોગિક વિસ્તારના રસ્તાઓથી વાહનચાલકો અને કામદારો પરેશાન

ડાભેલ ઔદ્યોગિક વિસ્તારના રસ્તાઓથી વાહનચાલકો અને કામદારો પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૫ ઃ સંઘ પ્રદેશ દમણના મુખ્ય ડાભેલ ઔદ્યોગિક વિસ્તારના અનેક રસ્તાઓ હાલ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયા છે. સતત વરસાદના કારણે રસ્તાઓ પર મોટા ખાડા પડી જતાં રોજિંદા હજારો વાહનચાલકો, ઉદ્યોગોમાં આવતા-જતા કામદારો તેમજ માલવાહક વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. અનેક સ્થળોઍ વરસાદી પાણી ભરાઈ જતાં ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્ના છે. ડાભેલ ગામનો અને દમણનો આ ઉદ્યોગ વિસ્તાર હોવાને કારણે દરરોજ મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર રહે છે, પરંતુ રસ્તાઓના સમારકામ અંગે કોઈ અસરકારક કાર્યવાહી થતી જોવા મળતી નથી. સ્થાનિકોમાં ઍવી ચર્ચા છે કે દમણ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના હોદ્દેદારો અને પ્રદેશનું વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે પૂરતું ધ્યાન આપી રહ્નાં નથી. પરિણામે ઉદ્યોગો, કામદારો અને વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્ના છે. ઉદ્યોગપતિ કામદારો અને સ્થાનિકોઍ તાત્કાલિક ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ, વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા અને અકસ્માતો અટકાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠાવી છે, જેથી ઔદ્યોગિક વિસ્તારમાં માલવાહક વાહનોની ફરીથી અવરજવર  સરળ અને સુરક્ષિત બની શકે.
જોકે આ તમામ પરિસ્થિતિ રાજકીય અને કેટલાક વિસ્તારમાં રસ્તો બનતો હોય ત્યારે હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોય છે. જેના કારણે ઉપરોક્ત પરિસ્થિતિ ઊભી થતી રહે છે.