Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપી મનપા દ્વારા રૂ. ૭ લાખમાં ૧ બીઍચકે ફલેટ યોજના જાહેર

વાપી મનપા દ્વારા રૂ. ૭ લાખમાં ૧ બીઍચકે ફલેટ યોજના જાહેર


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા તમામ શહેરીજનો જેવા કે જેમની પાસે પાકુ મકાન ન હોય તેવા લોકોને માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માત્ર રૂપિયા ૭ લાખમાં વન બીઍચકે ફલેટ ની યોજના બનાવાય છે જેમાં વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવનાર લાભાર્થીને કોમ્પ્યુટર સિસ્ટમ થી ડ્રો કરી ફાળવવામાં આવશે.
વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા ગરીબ જરૂરિયાતમંદ લોકો જેવા કે જેમની પાસે પાકા મકાન નથી અથવા તેઓની આવક ૩૦૦૦૦૦ થી ઓછી હોય તેવા લોકોને માટે વાપી મહાનગરપાલિકા દ્વારા બલીઠા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હેઠળ ના નવા બની રહેલા પ્રોજેક્ટમાં રૂપિયા ૭ લાખમાં વન બીઍચકે ફલેટ અને તેનું ક્ષેત્રફળ ૩૫ ચોરસ મીટર કાર્પેટ ઍરીયા રહેશે આ અંગે જરૂરિયાત મંદ લોકોઍ કોમ્પ્યુટર સિસ્ટમ ડ્રોથી ફાળવણી કરવામાં આવશે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાગ લેવા માટે લાભાર્થીઍ વાપીના ચલા ખાતે આવેલ મહાનગરપાલિકાની ઝોન કચેરીમાં નામ ની નોંધણી કરાવવી અથવા ઓનલાઇન પાલિકાની આવાસ યોજનાની વેબસાઈટ ઉપર નામ નોંધણી કરાવવું જરૂરી છે આ યોજના ઇ ડબલ્યુ ઍસ વન ટાઈપની છે. જેને લઇ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં હવે કાચા ઘર જોવા મળશે નહીં
પરંતુ વાપી શહેર અને તેની આજુબાજુના નવા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોમાં હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાભાર્થીને મકાન બનાવી આપવામાં આવે છે. તેમાંના મોટાભાગના લાભાર્થીના નામે તથા તેના પરિવારના પાકા મકાનો તેમજ તેઓની પાસે લક્ઝરી કાર અને તેઓની આવક પણ વધુ હોવાની ચર્ચા લાભાર્થીની આજુબાજુના લોકોમાં થઈ રહી છે. જે અંગે તાત્કાલિક મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ બાંધકામ વિભાગના જવાબદાર અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તો જેઓને ખરેખર મકાનની જરૂર છે અને તેઓની પાસે પાકા મકાન નથી તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી રહેશે.