Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ગણદેવી અંબિકા નદીઍ ભયજનક સપાટી વટાવી

ગણદેવી અંબિકા નદીઍ ભયજનક સપાટી વટાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૩ ઃ ગણદેવી અંબિકા નદી શુક્રવારે સાંજે ૧૫.૬૧ ફૂટે વહેતી હતી. દરમિયાન સાંજે ૬ કલાક બાદ તેની જળ સપાટીમાં ઍકાઍક તોતિંગ વધારો જોવાયો હતો અને અંબિકા નદી જોતજોતામાં ૨૮ ફૂટની ભયજનક સપાટી વટાવી ૩૨.૦૪ ફૂટની સપાટી આંબી ગઈ હતી. જેને કારણે બીલીમોરા ધોબીતળાવ, વાડિયા શીપ યાર્ડ, બંદર, દેવધા ગામ, ભાઠા, ઘોલ, કલમઠા સહિત કાંઠા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં લોકો માં અજંપાભરી સ્થિતિ જોવાઈ હતી. તંત્રઍ લોકોને સુરક્ષિત જગ્યાઍ જવાની હાંકલ કરી હતી.