Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ખેરગામમાં બે દિવસમાં નવ ઇંચ સાથે સિઝનનો કુલ ૧૫ ઈંચ વરસાદ

ખેરગામમાં બે દિવસમાં નવ ઇંચ સાથે સિઝનનો કુલ ૧૫ ઈંચ વરસાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા.૦૩ ઃ આખા જૂન માસમાં માંડ બે ઇંચ વરસેલા વરસાદે જુલાઈની પહેલીથી વિધિવત પ્રારંભ કરી બે દિવસમાં નવ ઇંચ જેટલો વરસાદ પડી ઝમકદાર શરૂઆત કરતા  ધરતીપુત્રમાં ખુશીની લહેર ફેલાવી જ્યારે પાણી ભરાવાવાળી જગાની પ્રજાને અને પ્રશાસનને નિદ્રામાંથી જગાડી હતી.
ખેરગામમાં બીજીઍ ત્રણ ઇંચ અને ત્રીજી ઍ ૬ ઇંચ જેટલો  વરસાદ જેમાં સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ જેટલો પડ્યો પરિણામે જનતા મિલની ગલીમાં કે સાંકડી બજારમાં કેટલાકના ઘર દુકાનમાં પાણી પ્રવેશતા ઘર દુકાનમાં ભરાયેલા પાણી ઉચવામાં લાગવું પડ્યું હતું. પંચાયતમાં ભરાતા પાણીની વર્ષોની ફરિયાદનો નિકાલ નહીં થતાં પંચાયતના પદાધિકારીઓને વકીલ રહીશ વિગેરે ફોન કર્યા હતા પણ ઉકેલ મળ્યો હતો નહીં શુક્રવારની બપોર પછી બે માણસો મોકલી જનતા મિલને ગલી વકીલની સામે ગટર ખોદવાનું કામ શરૂ કરાયું હતું.