Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારડી ચંદ્રપુર હાઈવે પર પાણી ફરી વળ્યા : અનેક રસ્તાઅો બંધ

પારડી ચંદ્રપુર હાઈવે પર પાણી ફરી વળ્યા : અનેક રસ્તાઅો બંધ



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૦૩ ઃ પારડી સહિત તાલુકાના ગામડાઓમાં લાંબા સમય બાદ વરસાદ ચાલુ થતા ઍક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર છે તો બીજી તરફ વરસાદના આગમનથી જનજીવન ખોવાઈ ગયો છે આજે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયું હતું અને જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. અમદાવાદ તરફ જતા પારડી ચંદ્રપુર હાઇવે ઉપર પાણી ફરી વળ્યાં હતાં જ્યાં હાઇવે પર પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવા પડી હતી બીજી તરફ ચંદ્રપુર બ્રિજ નીચે પણ પાણી ભરાઈ જતા શાળાઍ અને નોકરી પર જતા વાહન ચાલકો ભારે મુસીબત માં મુકાઈ ગયા હતાં.

 પારડી પોણીયા થી રેલવે સ્ટેશન તરફ જતો રસ્તા પર દર વર્ષ ની જેમ ફરી પાણી ફરી વળતા રસ્તો બંધ કરવા પડ્યો હતો અને ગામમાં આવેલ મંદિર પગથિયા સુધી પાણી ફરી વળ્યા હતા ઉમરસાડી દેસાઈવાડમાં ગામમાં પાણી ફરી વળ્યાં હતાં અને તમામ રસ્તા બંધ થઈ જતાં લોકોઍ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ઍક ગામથી બીજા ગામ થઇ જવું પડ્યું હતું.

 રામેશ્વર મંદિર પાસે આવેલ પલસાણા ગામમાં ગંગાજી ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને ભારે પાણી ફરી વળ્યાં હતાં જેથી આજુબાજુમાં ગામ જવા આવવા માટે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.