Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

તમાકુ-ગુટખા વેચતા ૧૯, જાહેરમાં ધુમ્રપાન કરતાં ૭ દંડાયા

તમાકુ-ગુટખા વેચતા ૧૯, જાહેરમાં ધુમ્રપાન કરતાં ૭ દંડાયા


વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં જિલ્લા આરોગ્ય ખાતાની ટાસ્ક ફોર્સ દ્વારા તમાકુ – ગુટખાનું વેચાણ અને ધ્રુમપાન અંગે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયુ હતું. આ દરમ્યાન ૧૯ દુકાનદારો અને જાહેરમાં ધુમ્રપાન કરનાર ૭ લોકો પાસેથી રૂ. ૫૧૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને ફૂડ અને ડ્રગ્સ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા વલસાડ તાલુકામાં વલસાડનાં આજુબાજુના સિટી વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.